દેશમાં જ્યારથી કોરોના વાયરસે કહેર વરતાવાનું શરૂ કર્યું છે, બોલિવૂડ સ્ટાર્સ સતત જરૂરિયાત લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મજૂરોની મદદ કરી રહ્યાં છે અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, રોહિત શેટ્ટી કોરોના વૉરિયર્સની મદદ માટે પણ આગળ આવ્યાં છે.
મુંબઈ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, રોહિત શેટ્ટીએ કોરોના યોદ્ધાઓ માટે મુંબઈની 8 હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરાવી છે. જ્યાં તેમના આરામ કરવાથી લઈને ફ્રેશ થવા અને ખાવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. અમે રોહિત શેટ્ટીને તેમના સહયોગ અને મુંબઈ પોલીસને સુરક્ષિત બનાવવાના પ્રયત્નમાં મદદ માટે તેમનો આભાર માનીએ છીએ.