ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે. આ જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના રિટાયરના સવાલ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જેવું ચાલી રહ્યું છે એવું જ ચાલતું રહેશે.
'કોઈ અફવા ન ફેલાવે...'
કેપ્ટન રોહિત શર્માએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ વનડે ફોર્મટ પણ છોડવાના નથી. 37 વર્ષના રોહિત શર્માએ મેચ બાદ રિટાયર થવાના સવાલ પર કહ્યું કે, 'કોઈ ફ્યૂચર પ્લાન નથી. જેવું ચાલી રહ્યું છે ચાલશે. હું આ ફોર્મેટ (વનડે)થી રિટાયર નથી થઈ રહ્યો. કોઈ અફવા ન ફેલાવે.'