ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત થયો છે. શનિવારે તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો છે. રોહિત શર્મા હાલ બીસીસીઆઈની (BCCI)મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેને ટીમ હોટલમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી બીસીસીઆઈએ આપી છે. રોહિત હાલ લીસ્ટરશાયર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહ્યો હતો. જોકે ત્રીજા દિવસે તે બેટિંગ કરવા આવ્યો ન હતો. તેના સ્થાને શ્રીકર ભરત ઓપનિંગ કરવા ઉતર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં રોહિત ઓપનિંગમાં ઉતર્યો હતો. રોમન વોકરની ઓવરમાં આઉટ થયા પહેલા તેણે 25 રન બનાવ્યા હતા.