દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં ભારતીય ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. જોકે ઓપનર બૅટ્સમેન રોહિત શર્મા એ ઇનિંગ્સને સંભાળતા ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં તેના 2000 રન પણ પૂરા થઈ ગયા છે. આ તેની 30મી ટેસ્ટ મેચ છે.
આ શ્રેણીમાં રોહિતની ત્રીજી સદી છે. પહેલા ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સોમાં તેણે બે સદી ફટકારી હતી. આ સાથે જ રોહિત વિદેશી ધરતી ઉપર એકપણ સદી ફટકાર્યા વગર ઘરઆંગણે સૌથી વધારે સદી ફટકારનાર દુનિયાનો બીજો ખેલાડી બની ગયો છે. તેણે બધી 6 સદી ઘરમાં જ ફટકારી છે. બાંગ્લાદેશનો મોમિનુલ હક આ લિસ્ટમાં ટોચના સ્થાને છે. મોમિનુલ હકે વિદેશી જમીન ઉપર એકપણ સદી ફટકાર્યા વગર ઘરઆંગણે આઠ સદી ફટકારી છે.