પંજાબના તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર શુક્રવારે સવારે લગભગ 1 વાગ્યે રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ડીજીપી ગૌરવ યાદવ સરહાલી પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે, પોલીસ સ્ટેશન પર છોડવામાં આવેલ રોકેટ લશ્કરી હથિયાર જે સરહદ પારથી લાવવામાં આવ્યું હતો. તેમણે કહ્યું કે, આ મામલે યુએપી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન, તેમને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની જવાબદારી લેવા વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કંઈ કહ્યું નહીં. આ હુમલા પાછળ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓનું કનેક્શન સામે આવ્યું છે. તેની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ લીધી છે.