કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra)ની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને આપવામાં આવેલા આગોતરા જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટમાં દાવો કર્યો છે કે રોબર્ટ વાડ્રાએ જામીનની શરતોનું પાલન કર્યું નથી. EDના વકીલે કહ્યું કે તેઓ જામીનની શરતોના ઉલ્લંઘનના કેસમાં કોર્ટમાં વધારાનું સોગંદનામું દાખલ કરશે. દિલ્હી હાઈકોર્ટે આ માટે EDને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મામલે હવે સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે.