આગ્રાની મણિપુર ગોલ્ડલોન બેંકની શાખામાંથી ચાર લૂંટારા ૧૭ કિલો સોનું અને પાંચ લાખ રૃપિયાની રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાયું હતું કે લૂંટારા ખૂબ જ આસાનીથી ચાલતા ચાલતા જ ઠંડે કલેજે સોનું લઈને ભાગી છૂટયા હતા.
આગ્રામાં લૂંટનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. લૂંટારા હરતા ફરતા ૧૭ કિલો સોનાની લૂંટ કરીને ભાગી ગયા હતા. બંદૂકો લઈને ગોલ્ડ લોનની બ્રાન્ચમાં ઘૂસેલા ચાર લૂંટારાએ ૨૦ મિનિટ સુધી બેંકને બાનમાં લીધી હતી. બધા જ કર્મચારીઓને બંદૂક બતાવીને એક રૃમમાં પૂરી દીધા હતા અને ઉપરથી લોક કરી દીધા હતા.