ગુજરાતમાં વાઈબ્રન્ટની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના ઘણા દિગ્ગજ નેતાઓ ગુજરાત મહેમાન બન્યા છે, તો UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (UAE President Mohammed bin Zayed Al Nahyan) પણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચી ગયા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી તેમને ગળે મળ્યા હતા અને એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.