ગુજરાતમાં 2023 સુધીમાં રોડ-એક્સિડન્ટનું પ્રમાણ 50 ટકા નીચુ લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે.રોડ અક્સિડન્ટ ઘટાડવા માટે મળેલી રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયાએ કહ્યું કે અકસ્માતો ઘટાડવા નેશનલ હાઈવે ઓથોરિટિ અને રાજ્યના માર્ગ મકાન વિભાગ સાથે ચર્ચા થઈ છે. ધર્મસ્થાનોએ જતા પદયાત્રીઓની સલામતીનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો. કાકડીયાએ ઉમેર્યું કે 2015 કરતાં 2016માં રોડ એક્સિડન્ટનું પ્રમાણ ઘટ્યું છે.