અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે શુક્રવારે સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ખાનગી લક્ઝરી બસ અને એએમટીએસ બસ વચ્ચે ટક્કર થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર સરખેજ-ગાંધીનગર હાઈવે પરના ઈસ્કોનબ્રિજ નજીક સર્જાયેલા આ અકસ્માતને પગલે થોડીવાર માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એએમટીએસ બસનો ડ્રાયવર અકસ્માત પછી ફરાર થયો હોવાનું જાણવા મળે છે. આ ટક્કરમાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી.