બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા RJDને મોટો ફટકો લાગ્યો છે. લાલુ પ્રસાદ યાદવની RJDના પાંચ MLC જેડીયુમાં સામેલ થઈ ગયા છે. RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે. જોકે તેમણે હજુ સુધી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. રઘુવંશ સિંહના નજીકના વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, પાર્ટીમાં ચાલી રહેલી ગતિવિધિથી નારાજ છે.
RJD છોડનારા MLCમાં સંજય પ્રસાદ, કમરે આલમ, રાધાચરણ સેઠ, રણવિજય સિંહ અને દિલીપ રાયના નામ સામેલ છે. આ બધા પહેલાંથી જ તેજસ્વી યાદવ અને પાર્ટી સામે નિવેદનબાજી કરતા આવ્યા છે. થોડા દિવસો પહલા બિહાર સરકારના મંત્રી અને JDU નેતા અશોક ચૌધરીએ દાવો કર્યો હતો કે RJDના કેટલાક ધારાસભ્યો પક્ષ પલટો કરવાની તૈયારીમાં છે.