સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા માદકદ્રવ્યો સંબંધિત આરોપસર ૮મી સપ્ટેમ્બરે ધરપકડ કરાયેલી બોલિવૂડની અભિનેત્રી રિયા ચક્રવર્તીને બુધવારે બોમ્બે હાઇકોર્ટ દ્વારા કેટલીક શરતો સાથે જામીન પર મુક્ત કરાઇ હતી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ સારંગ કોતવાલની બેન્ચે દીપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા, પરંતુ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી નકારી કાઢી હતી. કોર્ટે ડ્રગ પેડલર આબ્દેલ બાસિત પરિહારને પણ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. રિયા ચક્રવર્તીના જામીન મંજૂર કરતી વખતે બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અમે નથી માનતા કે યુવાપેઢીમાં ઉદાહરણ સ્થાપિત કરવા માટે સેલિબ્રિટી અને રોલ મોડેલ સામે આકરું વલણ અપનાવવું જોઇએ. કાયદા સામે બધા સમાન છે. કાયદાની અદાલતમાં કોઇને સેલિબ્રિટી હોવાનો અધિકાર મળતો નથી. તેવી જ રીતે આ પ્રકારની વ્યક્તિ જ્યારે કોર્ટમાં કેસનો સામનો કરે છે ત્યારે તેમની કોઇ વિશેષ જવાબદારી પણ બનતી નથી.