બોમ્બે હાઇકોર્ટે બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી મંજૂર કરી છે. સુશાંત કેસ પછી ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ હતી. એક મહિનો જેલમાં વીતાવ્યા પછી રિયા હવે જેલની બહાર આવશે. ઉલ્લેખનીય છે કે લોઅર કોર્ટે 2 વાર રિયાની જામીન અરજી ફગાવી હતી. તે પછી હાઇકોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવતી હતી. મંગળવારે રિયાની જ્યૂડિશિયલ કસ્ટડી 14 દિવસ એટલે કે 20 ઓક્ટોબર સુધી વધારાઇ હતી.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત (Sushant Singh Rajput Death Case) અને તેની સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બે હાઇકોર્ટે આજે રિયાની જામીન અરજી પર સુનવણી કરી હતી. અને મંગળવારે જ સેશન કોર્ટે અભિનેત્રીની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી. જો કે હવે જામીન મળ્યા પછી લગભગ 1 મહિના પછી રિયા જેલની બહાર પગ મૂકશે. ત્યાં જ રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીને જામીન નથી મળ્યા તેને હજી પણ જેલમાં જ રહેવું પડશે.