દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખતા સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે, બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં બેંગલૂર રોજ અને કૃષ્ણાપુરમ ડુંગળી પણ સામેલ છે. અત્યાર સુધી ડુંગળીના આ પ્રકારની નિકાસ પર કોઈ પ્રતિબંધ હતો નહીં.
એક અધિકારીએ કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમતો વધી ગઈ છે અને ઘરેલૂ બજારમાં ડુંગળીની કમી છે. આ કમી મોસમની છે પરંતુ કોવિડ-19 મહામારી દરમિયાન પાછલા કેટલાક મહિનામાં ડુંગળીની મોટા પાયે નિકાસ થઈ હતી. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી જ્યારે પાછલા વર્ષમાં 44 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ થઈ હતી. ભારતમાંથી બાંગ્લાદેશ, યૂએઈ અને શ્રીંલાકામાં મોટા પ્રમાણમાં ડુંગળીની નિકાસ થાય છે.