સતત વધતી મોંઘવારી માત્ર ભારત જ નહીં દુનિયાભરના દેશો માટે મુસીબતનું કારણ બની છે. દુનિયાભરના લોકો કુદકે ને ભૂસકે વધતી મોંઘવારીથી ત્રસ્ત છે. બ્રિટન, ઇટાલી જેવા યુરોપીયન દેશોમાં મોંઘવારી અનેક વર્ષોની ટોચે પહોંચી છે. દુનિયાભરના મોંઘવારીના આંકડા જોઈએ તો દુનિયાના વિકસિત અર્થતંત્રોની સરખામણીએ ભારત માટે આંશિક રાહતની વાત છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સની સૌથી વધુ ફુગાવો ધરાવતા ટોચના ૧૦ દેશોની યાદીમાં ભારત ૭.૪ ટકા સાથે છેલ્લા ક્રમે છે. જોકે, આ યાદીમાં ચીન સ્થાન ધરાવતું નથી. ચીન ૨.૮ ટકા ફુગાવા સાથે ટોચના ૨૦ દેશોની યાદીમાં છેક ૧૯મા ક્રમે છે