ભારતમાં આવકની અસમાનતા વધી. આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફાર્મના રિપોર્ટ મુજબ દેશના 1 ટકા લોકો પાસે દેશની 58 ટકા સંપત્તિ છે. રિપોર્ટ કહે છે કે ભારતની 70 ટકા વસ્તી જેટલી સંપત્તિ ધરાવે છે, તેટલી સંપત્તિ 57 બિલિયોનેર પાસે છે. આવકની અસમાનતાનું ઉદાહરણ ટાંકતા અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં આઈ.ટી કંપનીના ટોચના સીઈઓ તેમના સામાન્ય કર્મચારી કરતા 416 ગણું કમાય છે.