કેન્દ્રના નાણઆં મંત્રી નિર્મલા સીતારામનના વડપણ હેઠળ મળેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બે દિવસની આજે ચંડીગઢમાં પૂરી થયેલી બેઠકમાં રોજબરોજના વપરાશની ચીજ વસ્તુઓ પરના જીએસટીના દરમાં વધારો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી મોંઘવારી વધી જશે. શાળાએ જતાં છોકરાઓની સ્ટેશનરીની મોટાભાગની આઈટેમ્સ પરનો જીએસટીનો દર ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. પરિણામે દરેક શાળાએ જતાં બાળકોના વાલીઓએ મોંઘવારીનો માર ખમવો પડશે. અપર િમિડલ ક્લાસના ઘરોમાં વપરાતી ઘરઘંટી પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૫ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છ. એલઈડી લાઈટ્સ પરના જીએસટીના દર ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી દેવાતા એલઈડી લાઈટ્સ પણ મોંઘી થશે.