રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કર્યા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે આગામી 24 કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં આવશે તેવો વિશ્વાસ દર્શાવતા ફરીથી આ પ્રકારની સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે એક્શન પ્લાન ઉપર કામ કરવા અંગે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજકીય આગેવાનો ટ્રકના બોનેટ ઉપર બેસીને શહેરની પરિસ્થિતિ નિહાળવા માટે નીકળ્યા હતા. પરંતુ મહત્વની વાત છે કે, કેટલાક વિસ્તારોમાં આજે પણ પાણી લાઈટ અને ભોજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી.