યુનાઇટેડ કિંગડમ (યુકે) માં સામાન્ય ચૂંટણી માટે પડેલા મતોની આજે ગણતરી કરવામાં આવી રહી છે. લેબર પાર્ટીના કીર સ્ટાર્મર અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક વચ્ચે મુકાબલો છે. ઋષિ સુનકનો પક્ષ પાછળ છે. મત ગણતરી વચ્ચે સુનકે હાર સ્વીકારી લીધી છે. આ સાથે જ લેબર પાર્ટીએ બહુમતી 326નો આંકડો પાર કરી લીધો છે. ત્યારે હવે લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પરત ફરી રહી છે. તેનો અર્થ એ કે યુકેના આગામી વડા પ્રધાન કીર સ્ટારમર હશે.
ઋષિ સુનકે સ્વીકારી હાર
લેબર પાર્ટી બમ્પર જીતના માર્ગે છે. તેમને 406 સીટો પર આગળ ચાલી રહી છે. સુનકની પાર્ટી 105સીટો પર આગળ છે. 14 વર્ષ બાદ યુકેમાં લેબર પાર્ટી ફરી એકવાર સત્તામાં આવી છે. પાર્ટીએ અત્યાર સુધી 406 સીટો મેળવી છે. જ્યારે સુનકનો પક્ષ 76 પર યથાવત છે. બ્રિટનના આઉટગોઇંગ વડાપ્રધાન ઋષિ સુનકે તેમની સીટ પરથી જીત મેળવી છે પણ બી બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે લેબર પાર્ટી આ સામાન્ય ચૂંટણી જીતી ગઈ છે. મેં કીર સ્ટારરને તેની જીત પર અભિનંદન પાઠવ્યા છે. ઋષિ સુનકે કહ્યું કે આજે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સત્તા પરિવર્તન થશે.