સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિમાં ટંકારામાં 24 થી 26 ફેબ્રુઆરી સુધીમાં ઋષિ બોધોત્સવ યોજાશે. આ ઉત્સવમાં દેશભરમાંથી આર્યસમાજના પદાધિકારીઓ હાજર રહશે. અહીં 18 થી 24 ફેબ્રુઆરી સુધી ઋગવેદ પારાયણનું પણ આયોજન કરાયું છે. મહર્ષિ દયાનંદ પર 300થી વધુ ગીતો લખનાર ગીતકાર સત્યપાલ પથિક પણ અહીં ભક્તિસંગીતનું રસપાન કરાવશે.