આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં શુક્રવારે સાંજે તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મામલો વધતો જોઈને પોલીસે બળપ્રયોગ કરીને ભીડને હટાવી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. હાલમાં માચેરલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ દરમિયાન ટીડીપી નેતાઓના ઘરો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અથડામણ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. બે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચેની આ હિંસક અથડામણમાં ઘણા સામાન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ટીડીપીએ અથડામણમાં તેની પાર્ટી ઓફિસ અને તેના નેતાઓના વાહનોને થયેલા નુકસાનની સખત નિંદા કરી છે.