ભાજપ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો વચ્ચે નગર નિગમ ગૃહમાં જોરદાર મારામારી થઈ. આ હંગામા બાદ દિલ્લીના નવા ચૂંટાયેલા મેયર શૈલી ઓબેરૉય આપના નેતાઓ સારિકા ચૌધરી અને આશુ ઠાકુર સાથે ભાજપના કાઉન્સિલરો સામે કેસ કર્યો. તેમણે કહ્યુ કે સ્થાયી સમિતિની ચૂંટણી ભાજપની માંગ મુજબ થઈ. ત્યારબાદ પણ તેમણે હંગામો કર્યો અને મારા પર હુમલો કરવા માટે મંચ પર આવી ગયા.