દેશભરમાં થતાં મોબલિંચિંગના વિરોધમાં વર્સેટાઇલ માઇનોરિટીઝ ફોરમ દ્વારા યોજાયેલી મૌન રેલીમાં ધમાલ થઇ હતી. મક્કાઇ પુલના છેડે રેલીના પરમિશનના મુદ્દે લઘુમતી કોમના લોકોએ પોલીસ સાથે ઘર્ષણ પર ઊતરી ભારે હંગામો કર્યો હતો. મોબલિંચિંગના વિરોધમાં વર્સેટાઇલ માઇનોરિટિઝ ફોરમ દ્વારા આજરોજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનપુરા-બડેખા ચકલા સ્થિત ખ્વાજા દાના દરગાહ પાસેથી બપોરે ૩ વાગ્યે નીકળેલી મુસ્લિમોની આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી ગાંધી બાગથી મક્કાઇ પુલ તરફ જઇ રહી હતી ત્યારે પોલીસ ચોકી પાસે રેલીના પરમિશનના મુદ્દે બબાલ થઇ હતી. મક્કાઇ પુલ સુધી જ પરમિશન હોવાનું કહી પોલીસે રેલીને અટકાવતા ટોળાંએ પોલીસ સાથે જીભાજોડી કરી ટોળાંએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પાંચ સિટી બસમાં તોડફોડ કરી હતી. જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટિયરગેસના ૧૨શેલ છોડયા હતા. તેમજ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પથ્થરમારામાં જેસીપી, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત પાંચ પોલીસ અધિકારી અને કર્મચારીને ઈજા થઈ હતી. પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાલા અને એડવોકેટ બાબુ પઠાણ સહિત સાતની અટકાયત કરી હતી.