રિન્કુ સિંઘે અત્યંત તનાવભરી સ્થિતિમાં છેલ્લા પાંચ બોલમાં શ્વાસ અધ્ધર કરી દેતા પાંચ છગ્ગા ફટકારીને અમદાવાદમાં રમાયેલી આઇપીએલ ટી-૨૦માં ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સને અણધાર્યો અને અકલ્પનીય વિજય અપાવ્યો હતો. કોલકાતાને છેલ્લા પાંચ બોલમાં ૨૮ રનની જરુર હતી ને મેચમાં ગુજરાતની જીત નક્કી લાગતી હતી, ત્યારે યુવા બોલર યશ દયાલની બોલિંગમાં રિન્કુએ ઝંઝાવાત સર્જ્યો હતો. તેણે કુલ ૨૧ બોલમાં ૬ છગ્ગા ને ૧ ચોગ્ગા સાથે ૨૨૮.૫૭ના સ્ટ્રાઈક રેટ સાથે ૪૮ રન ફટકારતા બાજી પલ્ટી નાંખી ને કોલકાતા ૩ વિકેટથી જીત્યું હતુ.