અનેક સેક્ટરોમાં પોતાનો દબદબો ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે નવા ક્ષેત્રમાં જંપલાવવા જઈ રહી છે. ભારતના ધનકુબેર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સમગ્ર દેશમાં રેસ્ટોરન્ટ ખોલશે, આ માટે રિલાયન્સ મિલાનની લક્ઝરી ફૂડ કંપની એમ્પોરિયો અરમાની સાથે હાથ મિલાવશે. રિલાયન્સ મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સમાં પોતાના આગામી લક્ઝરી મૉલમાં પહેલો એમ્પોરિયો અરમાની રેસ્ટોરન્ટ ખોલવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઈ એવું શહેર બનશે, જ્યાં પેરિસ, મિલાન, ટોકિયો, મ્યુનિચ અને દુબઈ બાદ મિશેલિ-સ્ટાર અરમાની પોતાનું રેસ્ટોરન્ટ ખોલશે.
જણાવી દઈએ કે, રિલાયન્સ મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સમાં Jio World Centerના નામથી એક મેગા-કૉમર્શિયલ કૉમ્પલેક્સ તૈયાર કરી રહી છે. જેમાં એક ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, હોટલ, આલિશાન મૉલ, પરફોર્મિંગ આર્ટ્સ થિયેટર, રૂફટૉપ ડ્રાઈવઈન મૂવી થિયેટર અને ઓફિસો સહિત બે શૉપિંગ સેન્ટર હશે. રિલાયન્સ પહેલાથી જ અરમાનીની એક માસ્ટર ફ્રેન્ચાઈઝી છે. જે ભારતમાં ઓપરેટિંગ એમ્પોરિયો અરમાની, જિયોર્જિયો અરમાની અને અરમાની એક્સચેન્જ બ્રાન્ડેડ આઉટલેટ ચલાવી રહી છે.