કર્ણાટકની સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધના કેસમાં ગુરુવારે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારોની દલીલો પર સુપ્રીમે ફરી એક વખત કહ્યું કે, નિયમો મુજબ શૈક્ષણિક સંસ્થાઓને ડ્રેસ નિશ્ચિત કરવાનો અધિકાર છે. હિજાબ તેનાથી એકદમ અલગ બાબત છે. વધુમાં સુપ્રીમે કહ્યું કે તેઓ પવિત્ર કુરાનનું 'અર્થઘટન' નથી કરી રહ્યા. એકબાજુ અમારી સમક્ષ કુરાનની દલીલો થઈ રહી છે અને બીજીબાજુ એવી પણ દલીલ થઈ રહી છે કે કોર્ટો ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરી શકે નહીં. આ કેસમાં સોમવારે વધુ સુનાવણી ચાલુ રહેશે.