ઋચા ચઢ્ઢા આ વખતે એક ટ્વીટ બદલ ચર્ચામાં આવી ગઇ છે. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવતા તેણે માફી માગવાની સાથેસાથે પોતાના ટ્વીટની સ્પષ્ટતા પણ કરી હતી.
ભારતીય સેનાનાના અધિકારી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ હાલ જણાવ્યું હતુ ંકે, ભારતીય સેના પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીર (પીઓકે)ને પરત લેવા માટેના આદેશોની રાહ જોઇ જોઇ રહી છે. જેના માટે સેના પૂરી રીતે તૈયાર છે. તેમની આ વાત પર ઋચાએ ટ્વીટ કર્યું હતું કે, ગલવાન હાય કહ રહા હૈ.