ભારતીય જનતા પાર્ટીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનની ફંડિંગને લઈને કહ્યું કે, RGFને બેન્ક ફ્રોડમાં ભાગેડુ મેહુલ ચોક્સીની કંપનીઓમાંથી ડોનેશન મળતું હતું. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, RGFને ચોક્સી ઉપરાંત ઝાકીર નાઇક, યસ બેન્કનાં રાણા કપૂર અને જિજ્ઞોશ શાહ તરફથી પણ ડોનેશન મળતું હતું. આ દરેક વ્યક્તિઓ કોઈને કોઈ કૌભાંડમાં સામેલ છે. RGFને મળતું ડોનેશન કોઈ સંયોગ નહીં પણ સમજી વિચારીને કરવામાં આવેલ સાજિશ હતી. મેહુલ ચોક્સીનાં નામે ગીતાંજલિ ગ્રૂપ છે જેનાં અંતર્ગત મૈસર્સ નવીરાજ એસ્ટેટ કંપની પણ આવે છે. તે કંપનીએ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪નાં રોજ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચેક નંબર ૬૭૬૪૦૦નાં માધ્યમથી ૧૦ રૂપિયા ડોનેટ કર્યાં હતા. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને યસ બેન્ક તરફથી પણ ૯.૪૫ લાખ રૂપિયા મળ્યા છે.