બળાત્કાર-હત્યા મામલે રોહતકની સુનારિયા જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલ ગુરમીત રામ રહીમને આવનારી આદમપુર પેટાચૂંટણી પહેલા મળેલી પેરોલ અંગે દિલ્લી મહિલા આયોગ(DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણા સરકારને આડેહાથ લીધી છે. ગુરમીતને 40 દિવસની પેરોલ આપવામાં આવી છે. સ્વાતિ માલીવાલે મનોહર સરકારને પૂછ્યુ કે આટલા ખતરનાક વ્યક્તિને વારંવાર પેરોલ કેમ આપવામાં આવી રહી છે.