દિવાળીના દિવસે જ ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાં ડિસ્ટર્બન્સ સર્જાતા સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો હતો. તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં બપોર બાદ વલસાડ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસ્યો હતો. દિવાળીના દિવસે જ વરસાદ પડતાં અનેક લોકો નિરાશ થઈ ઉઠ્યા હતા. તો સાથે જ ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.