પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આતંકી હુમલાનો બદલો લેવાના ભારતના જવાનોના શપથ આખરે પૂરા થયા છે. મંગળવારે અનંતનાગમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ પૈકીનો મુખ્ય આતંકી સજ્જાદ ભટ ઠાર કરાયો છે. જૈશના આ કમાન્ડર સજ્જાદે હુમલામાં આતંકીઓને વિસ્ફોટકો ભરેલી પોતાની માલિકીની કાર પૂરી પાડી હતી. દેશનાં જવાનોએ ૧૦૦ દિવસમાં એક-એક આતંકીને વીણી વીણીને ઠાર કર્યા હતા. સજ્જાદની સાથે અન્ય એક આતંકીને ઠાર કરાયો હતો જ્યારે ભારતનો એક જવાન શહીદ થયો હતો. જવાનોએ આ સ્થળે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમને ઘટનાસ્થળેથી યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.