ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાજેશ.એચ. શુક્લાએ રાજ્યના નવા લોકાયુક્ત તરીકે આજે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ સમારોહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, રાજ્યમાં લોકાયુક્ત તરીકેનું પદ છેલ્લા દોઢ વર્ષથી ખાલી હતું. રાજ્ય સરકારે આખરી મંજૂરી આપતાં જસ્ટિસ શુક્લા હવે નવા લોકાયુક્ત બન્યા છે. રાજભવન ખાતે શપથવિધિ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ ઉપસ્થિત રહ્યા હતા.
કોણ છે રાજેશ શુક્લા?
ગુજરાત હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેશ શુક્લાનો જન્મ 27 ડિસેમ્બર 1956માં થયો હતો. તેમણે બીકોમ, એલએલબી સુધીનો અભ્યાસ કર્યા બાદ વકીલાત શરૂ કરી હતી. વર્ષ 1982થી 1984 સુધી રાજ્ય સરકારના સોલિસિટર રહ્યા હતા. નિવૃત જસ્ટિસ શુક્લાએ વર્ષ 1981માં ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી ત્યારબાદ 1994માં સીટી સિવિલ અને સેશન્સ જજ તરીકે નિમણૂંક પામ્યા હતા. સેશન્સ જજ બનતા પહેલા તેમણે અમદાવાદની એમએન નાણાવટી લો કોલેજમાં પાર્ટ ટાઇમ લેક્ચરર તરીકે પણ કામ કર્યુ હતું. ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2007માં તેઓની એડિશનલ જજ તરીકે નિમણૂંક થઇ હતી અને ત્યારબાદ તેમની વર્ષ 2009માં હાઇકોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જસ્ટિસ શુક્લા 6 મહિના પહેલા 26 ડિસેમ્બર 2019ના રોજ હાઇકોર્ટ જજ તરીકે નિવૃત થયા હતા.