કોવિડ વાયરસ સંક્રમણને અટકાવવા માટે સ્થાનિક પોલીસની સાથે કેટલાક ભૂતપૂર્વ સૈનિકો પણ મદદ કરી રહ્યાં છે. આવા 127 પૂર્વ સૈનિકો અત્યારે કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. મહેસાણા જિલ્લાએ લોકડાઉનના સમયમાં ઉત્તમ કામગીરી કરીને રાજ્યમાં પ્રથમસ્થાન આપવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં પોલીસની સાથે 68 પૂર્વ સૈનિકો પણ લોકડાઉનની ફરજમાં જોડાયેલા છે. આ સૈનિકોએ સરહદની સેવા કરી છે અને હવે લોકોની સેવા કરી રહ્યાં છે. આવી જ ફરજ પાટણ જિલ્લામાં પણ તેઓ બજાવી રહ્યાં છે. આ જિલ્લામાં 14 પૂર્વ સૈનિકો છે. એ ઉપરાંત બનાસકાંઠામાં પણ 45 પૂર્વ સૈનિકો રાષ્ટ્રની સેવામાં જોડાયેલા છે.
આવા જ એક પૂર્વ સૈનિક દેવેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે જ્યારે દેશને જરૂર પડે અમે દેશસેવા માટે તૈયાર છીએ. ભારત દેશની સેવા એજ અમારો જીવનમંત્ર છે. દેશ સેવામાં નિવૃતિ હોતી નહી. દેશની હાકલ થાય એટલે સૈનિક ફરજ પર હાજર થઇ જાય એ સૈનિકનો સ્વભાવ છે.