જૂન મહિનામાં અનાજ અને દાળોના ભાવ વધવાને કારણે રીટેલ ફુગાવો વધીને ૪.૮૧ ટકા થયો છે. જે છેલ્લા ત્રણ મહિનાનો સૌથી વધારે છે. જો કે આમ છતાં રીટેલ ફુગાવો આરબીઆઇના કમ્ફર્ટ ઝોન હેઠળ છે.
કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો ફેબુ્રઆરીથી સતત ત્રણ મહિના સુધી ઘટયો હતો. આગામી મહિને આરબીઆઇ નાણાકીય નીતિની સમીક્ષા કરશે. રેપો રેટ નક્કી કરતી વખતે આરબીઆઇ રીટેલ ફુગાવો ધ્યાનમાં લેતી હોય છે.