સામાન્ય માણસના ખિસ્સા પર માર પડવાનું ઓછું થઈ રહ્યું નથી. જાન્યુઆરી 2020માં રાષ્ટ્રીય આંકડા વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, નવા વર્ષના પ્રથમ મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 7.59% થયો છે. મોદી સરકારના 6 વર્ષનાં કાર્યકાળમાં આ સૌથી વધુ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તે 7.35% હતો. જાન્યુઆરીમાં ફુગાવો શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ વિસ્તારોમાં ઘણો વધ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI) એટલે કે છૂટક ફુગાવો 7.73% છે જ્યારે શહેરી વિસ્તારોમાં 7.39% છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે એકંદરે સરેરાશ 7.59% છે.