મે, ૨૦૨૩માં ઇંધણ અને ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટતા રીટેલ ફુગાવો ઘટીને ૪.૨૫ ટકા રહ્યો છે જે ૨૫ મહિનાની નિમ્ન સપાટી છે તેમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો એપ્રિલ, ૨૦૨૩માં ૪.૭ ટકા હતો જ્યારે મે, ૨૦૨૨માં ૭.૦૪ ટકા હતો. ઉલ્લેખનીય છે કે સતત ચોથા મહિને રીટેલ ફુગાવામાં ઘટાડો નોંધાયો છે. જ્યારે સતત ત્રીજા મહિને રીટેલ ફુગાવો આરબીઆઇ કમ્ફર્ટ ઝોન ૬ ટકાથી નીચે રહ્યો છે.