ખાદ્ય વસ્તુઓના ભાવ ઘટવા અને બેઝ ઇફેક્ટને કારણે જુલાઇમાં રિટેલ ફુગાવો ઘટીને ૩.૫૪ ટકા થઇ ગયો છે જે પાંચ વર્ષની નીચલી સપાટી છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ આજે જૂન મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જૂનમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદન ૪.૨ ટકા રહ્યું છે જે પાંચ મહિનાની નીચલી સપાટી છે.