દેશના છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર 5 સપ્ટેમ્બરે યોજાયેલી પેટાચુંટણીના પરિણામો આજે જાહેર કરાશે. તેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, બંગાળ, ત્રિપુરા અને ઝારખંડની બેઠકો સામેલ છે. લોકસભા ચૂંટણી પહેલા આ પેટાચૂંટણીને NDA તથા INDIA ગઠબંધન માટે મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે.