ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે 16મી ઓગસ્ટનાં રોજ 8 વાગ્યાથી રીપીટર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે. નોંધનીય છે કે, 30,343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4649 વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર થશે, જ્યારે શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર નાંખવો પડશે. જે બાદ જ તેઓ પોતાનું પરિણામ જોઈ શકશે.