Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • જ્યારે બેલેટ પેપરનું સ્થાન ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન એટલે કે ઇવીએમએ લીધુ ત્યારે કદાચ ઇવીએમને પણ ખ્યાલ નહીં હોય કે આગળ જતાં તેની વિશ્વનિયતા સામે આંગળી નહીં પણ આખો હાથ ચિંધવામાં આવશે..! 2012ની વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસે ઇવીએમમાં ભાજપની ગરબડનો ગંભીર આરોપ મૂક્યો હતો. વિધાનસભા ચૂંટણી-2017ના પ્રથમ તબક્કાનું મતદાન 9 ડિસે.ના રોજ સવારે શરૂ થયું અને કોંગ્રેસ દ્વારા ઇવીએમ બ્લ્યુ ટુથ સાથે કનેક્ટ થાય છે તેવો આરોપ મૂકવાનું પણ શરૂ કર્યું હતું. ભાજપ સિવાય અન્યો દ્વારા ઇવીએમમાં ચેડાં...છેડછાડ..હેક...વગેરેના આરોપો થયાં અને થઇ રહ્યાં છે અને 18મી ડિસે.ના રોજ તો એવા અને એટલા લોકો ઇવીએમ અંગે બોલશે કે આરોપો સાંભળી સાંભળીને ખુદ ઇવીએમ બિચ્ચારો રડી પડશે....! અને બે હાથ જોડીને ચૂંટણી પંચને કહેશે- એકેજી, પ્લીઝ મને માફ કરો....કોઇ બીજા ઉપાયો અપનાવો મતદાનના, પણ મને તો બાપલા જાવા જ દ્....યો..!!!

    તમામ ઉમેદવારો, રાજકીય કાર્યકરો, નેતાઓ, જાગૃત નાગરિકો, જીએસટી પિડિત વેપારીઓ, નોટબંધી વખતે કલાકો લાઇનોમાં ઉભા રહેનારાઓ,, બ...ધા જ કહેશે -ગલી ગલીમેં શોર હૈ, ઇવીએમ ચોર હૈ.....! એક કચોરી દો સમોસા-ઇવીએમ તેરા ક્યા ભરોસા....! તો કોઇ વળી એમ પણ કહેશે કે આતો ઇલેક્ટ્રીક વોટીંગ મશીન છે કે ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન......ધોઇ નાંખ્યા યાર બધાને......!

    રાજકારણમાં કોઇ એવો નહીં હોય કે જે એમ ના કહેતો હોય કે ભાજપની સરકાર બનતી નથી....લોકોનો ગુસ્સો બહાર આવ્યો છે અને ભાજપની વિરુધ્ધ કચકચાવીને મતદાન કર્યું જ છે એટલે સરકાર તો સોએ સો ટકા કોંગ્રેસની જ બને તેમ છે પછી તો ખબર નહીં, ભાજપે ઇવીએમાં કોઇ સેટીંગ કર્યું હોય તો ભગવાન શ્રી રામ જાણે...! અને ભગવાન શ્રી રામ તો ભાજપના જ છે..એમ પણ કહેનારો કહેશે.

    મંદિર વહીં બનાયેગે...મગર ઇવીએમ નહીં બતાયેગે.....ઘણા પક્ષોએ ચૂંટણી પંચને કહ્યું કે ભઇશાબ, તમે મતદાનમાં જે ઇવીએમ વાપરો છો તે ઓરીજીનલ ઇવીએમ આપો અમે તમને પૂરવાર કરી બતાવીએ કે ઇવીએમમાં આંકડાની હેરફેર થાય છે કે નહીં.... પણ પંચ કાંઇ ડોલે....કાળો ફણીધર પણ એકવાર તો ડોલે...પણ પંચ વાળા.....? શું વાત કરો છો. ધરાર ના પાડી. મૂળ ઇવીએમ ના આપ્યું. તેના બદલે ડેમો ઇવીએમ આપ્યું. લો રમો આની સાથે... પછી ઇવીએમ સામે આરોપો ના લાગે તો શું ચોખા-કંકુ લાગશે? અરે હાં, કંકુ ચોખાથી યાદ આવ્યું કે ઉમેદવારો મતદાન બાદ હનુમાન ચાલીસાની સાથે ઇવીએમ ચાલીસા પણ કરી રહ્યાં છે. નવી આરતી- જય ઇવીએમ શક્તિ.....મા જય ઇવીએમ શક્તિ...અખંડ મતાંડ નિકાળજો.....હળવે પ્રગટ થજો.....

    18 ડિસેમ્બર.

    ના કભી ઐસા આયા...ના કભી ઐસા આયેગા...તૂફાન મચ જાયેગા...ભૂચાલ આ જાયેગા...સુનામી આયેગી...કઇયો કી લોટિયા ડૂબો દેગી યે તારીખ. ઉથલ પાથલ...ઘાંટાઘાંટી...ઝપાઝપી... બોલાચાલી....તમે ચૂંટણી પંચ સાથે મળીને ઇવીએમમાં ગરબડ કરી.......ના ના..તમે જાતે બ્લ્યુ ટુથથી ઇવીએમ હેક કર્યું હતું અને નામ ભાજપનું આપો છો..? આરોપ..પ્રતિ આરોપ...ન જાણે શું થશે 18મીએ જ્યારે ઇવીએમના આંકડા ખુલશે ત્યારે?....ઇકા...દુકા...મીંડી કે પાનો લાગશે.....કેટલાય ઉમેદવારોના જીવનમાં યાદ રહી જશે આ મેજીક તારીખ. જીત્યા એ ગાંધીનગર વિધાનસભા તરફ...અને હાર્યા એમના માટે- આ અબ લૌટ ચલે.....તુઝકો પુકારે ઘર તેરા.....આ જા રે.....!!!

    ભાજપ હારશે તો ઇવીએમને તો દોષ આપી શકે તેમ નથી. એટલે- પ્રજાનો જનાદેશ સર આંખો પર... (ખાનગીમાં કહેશે ભાઇશ્રી, મણિશંકરજી, તમારો પત્ર મળ્યો. તમે તો થોડુ લખ્યું પણ અમોએ તો આદત મુજબ ઝાઝુ વાંચ્યું... મતદારોમાં વાંચીને, વંચાવીને ઘનો ઘનો આનંદ થયો..આભાર..ક્યારે આવો છો આ તરફ...? અરે ભાઇ ભાજપનો ખેસ પહેરવા નહીં પણ ચા પીવા...કઇ ચા? ઓલી...2014 વાળી....) અને જો કોંગ્રેસ હારશે તો...:- ભાજપ અને ચૂંટણી પંચે ભેગા થઇને ગુજરાતની પ્રજાનો કોંગ્રેસ તરફી બહુમતિવાળો ચુકાદો ઇવીએમમાં ગરબડો કરીને બદલા નાંખ્યો..... ક્યાં છે કપિલ સિબ્બલ....ચલો દિલ્હી.....!! કેમ..ભાઇ શું થયું ? જવાબ- દેખો ભઇયા..ગુજરાતકે મંદિરોમે હમે તો ન્યાય નહીં મીલા, ઇસલિયે અબ ન્યાય મંદિરકે સહારે....!! મી લોર્ડ.......

    કહેનારા તો ત્યાં સુધી કહે છે કે ગુજરાતના પરિણામો પછી કદાચ ઇવીએમનું ભવિષ્ય પણ નક્કી થશે..ગુજરાત પછી કર્ણાટક...મધ્યપ્રદેશ અને કુલ 8 રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં ઇવીએમના ઉપયોગનો કરવો કે કેમ તેનો નિર્ણય પણ થાય. અત્યારે તો ઇવીએમ દાદા જે કરે તે ખરૂ....!!!!!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ