નીતિ આયોગે દેશમાં પેટ્રોલ- ડિઝલથી ચાલતા વાહનોના બદલે ઈલેક્ટ્રીક અને અન્ય વૈકલ્પિક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો. આ સંદર્ભે આયોગે દેશમાં વાહનોના ઈલેક્ટ્રીફિકેશન માટે 15 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. તેના પગલે નવી ગ્રીન કાર પોલીસી આવે તેવી સંભાવના છે. આયોગે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટાડી જાહેર વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા કહ્યું.