લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં સામે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી છે. જયરાજસિહનાં શેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો આ બેઠકમાં સામેલ થયા હતા. બેઠક શરૂ થયા બાદ સાંજના 7 વાગ્યે રૂપાલા બેઠકમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.