અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પર ભદ્ર વિસ્તારના સ્થાનિક નાગરિકો દ્વારા સોમવારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. લાલદરવાજા વિસ્તારમાં ભદ્ર પ્લાઝા પર પાર્કિંગ દૂર કરવાની માગ સાથે સ્થાનિકો પહોંચ્યા હતા. તેમનો આક્ષેપ છે કે બહુમાળી પાસે પાર્કિંગ પ્લોટમાં બેફામ વસૂલાતા પૈસાને કારણે વાહનચાલકો આસપાસના રહેણાંક વિસ્તાર પાસે વાહન પાર્કિંગ કરે છે જેથી તેમને અગવડ પડે છે. નાગરિકોને પગલાં લેવાની ખાતરી અપાઈ છે.