ગુજરાતમાં હાલ ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે તમામ પક્ષોના અસંતુષ્ટ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ટિકિટ ન મળતા રેશ્મા પટેલે પણ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે NCPના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, રેશ્મા પટેલે NCPથી ગોંડલ બેઠક માટે ટિકિટ માંગી હતી. પંરતુ એનસીપી અને કોંગ્રેસનાં ત્રણ બેઠકનાં ગઠબંધનને કારણે તેમને ત્યાંથી ટિકિટ મળવાનો કોઇ રસ્તો રહ્યો નથી. જેથી ટિકિટ ન મળતા રેશ્મા પટેલ NCPથી નારાજ હતા. નોંધનીય છે કે, આ પહેલા કાંધલ જાડેજાએ પણ એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રેશ્મા પટેલ રાજીનામા બાદ આજે આપમાં જોડાઇ શકે છે.