નોટબંધી બાદ RBI (ભારતીય રિઝર્વ બેન્ક)એ 200 અને 500 રૂપિયાની નવી કરન્સી નોટો જાહેર કરી હતી. હવે એક વાર ફરી RBI 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. RBIના જણાવ્યા પ્રમાણે, આ નોટને મહાત્મા ગાંધી(નવી) સિરિઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવી રહી છે. એટલે કે આ નોટો પર પણ મહાત્મા ગાંધીનો ફોટો હશે. પરંતુ તેમાં RBIના ગવર્નરના હસ્તાક્ષર બદલાઈ જશે. જણાવી દઈએ કે, નવી નોટ આવવાથી સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ બંધ થશે નહિ
નોંધનીય છે કે, અત્યાર સુધી ચલણમાં જે 200 અને 500 રૂપિયાની નોટ છે, તેમાં RBIના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર છે. જયારે નવી નોટમાં હાલના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવાને લઈને RBIએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.