રિઝર્વ બેન્કે પીએમસી બેન્કના ખાતાધારકો માટે ઉપાડની મર્યાદા વધારીને રૂપિયા ૪૦,૦૦૦ કરી છે. અગાઉ આ મર્યાદા રૂપિયા ૨૫,૦૦૦ સુધીની હતી. રિઝર્વ બેન્કે પીએમસી બેન્કની લિક્વિડિટીની સ્થિતિને ચકાસીને આ નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી છૂટછાટને પગલે બેન્કના ૭૭ ટકા જેટલા ખાતાધારકો તેમના ખાતામાં પડેલી સમગ્ર રકમનો ઉપાડ કરવા સક્ષમ બની જશે.