દક્ષિણ ભારતના પૂર ગ્રસ્ત કેરળમાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. લાખોની સંખ્યામાં બેઘર બનેલા લોકોને આશ્રય આપવામાં આવી રહ્યું છે. શરણસ્થળો ખાતે રોગચાળો ના ફેલાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. સેનાની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ રાહત કાર્યમાં જોડાઈ છે.