તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યાપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યુ છે. તેમજ પરેડ સહિત મ્યુઝિકલ બેન્ડ સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થઇ રહી છે. ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ રહી છે. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે.