કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધીના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાના સામાચાર ખોટા છે. સુરજેવાલાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોનિયા ગાંધીએ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સોનિયા ગાંધીએ પાર્ટીના કેટલાક નેતાઓને અધ્યક્ષ પદ છોડવાની વાત કહી. આ સાથે જ કહ્યું કે પાર્ટી હવે નવા અધ્યક્ષની નિમણૂંક કરે. તેમના આ નિવેદન બાદ ફરી એક વખત ચર્ચા થવા લાગી કે પાર્ટીનું આગામી અધ્યક્ષ કોણ હશે? શું એ ગાંધી પરિવારમાંથી હશે કે પછી અન્ય કોઈને પાર્ટીની કમાન સોંપવામાં આવશે. આ બધાની વચ્ચે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકને ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે.