સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કોરોના વાયરસના ફેલાવાની ઝડપનું વિશ્લેષણ કર્યું છે. જેમાં ડેટા સાયન્સ દ્વારા દાવો કરાયો છે કે ભારતમાં 20 મે આસપાસ કોરોના વાયરસ ખતમ થઈ શકે છે. યુનિવર્સિટી મુજબ આ ડેટા દર્દીઓના સાજા થવા અને સંક્રમિત થવા પર આધારિત છે. આ વિશ્લેષણ Susceptible infected recovered (SIR) પર આધારિત છે. યુનિવર્સિટીએ લગભગ તે બધા દેશો પર ડેટા દ્વારા રિસર્ચ કર્યું છે જ્યાં કોરોના સંક્રમણ છે. ખાસ વાત તો તે છે કે તેમના ડેટા આધારિત ગ્રાફને જોયા બાદ જાણકારી મળી છે કે ઈટાલી અને સ્પેનમાં આ લગભગ સાચું સાબિત થઈ રહ્યું છે. આ બંને દેશોમાં આ મેના પહેલા અઠવાડિયામાં વાયરસની અસર ખતમ થઈ શકે છે.